હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ: રેક્ટર પર ગાડી ચડાવવાનો પ્રયાસ
પાટણ: પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદના ઘેરામાં છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી દારૂની મહેફિલ થતી હોવાનું ખૂલતાં વિવાદ સર્જાયો છે. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ મળીને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે મળીને ડાન્સ પાર્ટી અને દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેને રેક્ટરે અટકાવ્યા હતા ત્યારે તેમની સામે બોલચાલી અને ભાગવાના પ્રયત્નો કર્યા હતા.
હોસ્ટેલમાં દારૂની પાર્ટી
પ્રાપ્ત વિગતો અનુસાર ફરી એક વખત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદના ઘેરામાં સંપડાય છે. અહી ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની રોકાવાની વ્યવસ્થા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા બોયઝ હોસ્ટેલમાં કરવામાં આવી હતી. જ્યાં તેઓ રાત્રીના સમયે હોસ્ટેલના રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
ગાડી લઈને ભાગવાનો પ્રયાસ
હોસ્ટેલના રૂમમાંથી આવી રહેલા મોટા અવાજોના લીધે રેક્ટર રૂમમાં આવ્યા ત્યારે દરવાજો ખોલતા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. રેક્ટરે તેમને આવું કરતાં અટકાવતા વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહિ, પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન યુનિવર્સિટીનો મુખ્ય ગેટને સિક્યોરિટી દ્વારા બંધ કરી દેવાતા ગાડી ઉભી રખાઈ હતી, ત્યારે ફરજના સિક્યુરિટી ગાર્ડે ગાડીમાંથી વિદ્યાર્થીઓને ત્રણ જેટલા વિદ્યાર્થીઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ વિદ્યાર્થીઓ આણંદના હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabadમાં વટવા GIDCમાં ભીષણ આગ; દૂર દૂરથી દેખાયા ધુમાડાના ગોટેગોટા
ખેલાડીઓએ આપી ધમકી
આ બનાવ અંગે હોસ્ટેલમાં રેક્ટર લાલજી ઠાકોર જણાવ્યું હતું કે ખેલાડીઓ દારૂની બોટલો લઈને દારૂ પી રહ્યા હોય તેની જાણ થતાં હું રૂમમાં ગયો ત્યારે છ જેટલા ખેલાડીઓ અંદર હતા, જેમાં બે-ત્રણ લોકો દારૂ પી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે આ બધું અહીં નહીં ચાલે, અહીંથી જતા રહો, આથી તેઓ ઉશ્કેરાય ગયા અને મને કહ્યું કે હું હાઈકોર્ટમાં છું, તને ભારે પડી જશે, એવી ધાકધમકી એક ખેલાડીએ આપી હતી. તો અન્ય ખેલાડીઓ દાદાગીરી કરવા લાગ્યા હતા. આ ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા યુનિવર્સિટીની મંજૂરી આધારે જ કરી હતી.