આપણું ગુજરાત

સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા: રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે છેલ્લા છ વર્ષથી ભવ્ય એકતા પરેડ યોજવામાં આવે છે. મંગળવારે અહીં રાષ્ટ્રીય એકતા દિનના અવસરે વિશ્ર્વની સૌથી ઊંચી સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાંનિધ્યમાં વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ‘યુનિટી ઈન ડાઈવર્સિટી’ની થીમ પર એકતા પરેડ યોજાઈ હતી.

ગુજરાત પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસસભર પરેડ રજૂ કરી હતી. સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરીને તેમને ભાવસભર અંજલિ આપવામાં આવી હતી. એકતા પરેડની આગેવાની કોરુકાંડા સિદ્ધાર્થએ સાંભળી હતી.

પરેડનાં વિશેષ આકર્ષણોમાં મહિલા સીઆરપીએફ બાઈકર્સ યશસ્વિની દ્વારા ડેરડેવિલ શૉ, બીએસએફની મહિલા પાઈપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, ખાસ એનસીસી શૉ, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, જી ૨૦ સમિટ, ચંદ્રયાન પ્રોજેક્ટની સફળતા, ઈન્ડિયન એરફોર્સના સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ફ્લાય પાસ્ટ, ગુજરાત સહિત દેશના અન્ય પાંચ રાજ્યો આસામ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશના પોલીસ દળનું માર્ચપાસ્ટ, સરહદી રાજ્યોના સરહદી વાઈબ્રન્ટ ગામોની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન અને દેશના વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપતી સાંસ્કૃતિક કૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે.

સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાંનિધ્યમાં રાજય, દેશના પોલીસ-અર્ધલશ્કરી દળો, સુરક્ષા એજન્સીઓના વિવિધ ગણવેશધારી દળોએ શિસ્ત અને શૌર્યસભર પરેડ રજૂ કરી સૌને રોમાંચિત અને મંત્રમુગ્ધ કર્યા હતા. પરેડમાં આઈ. ટી. બી.પી., સી.આઈ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ.ની શિસ્તબદ્ધ પરેડ, સાહસ અને શૌર્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સૌએ મન ભરીને માણ્યા હતા.
ગુજરાત-દિલ્હી-પંજાબ રેજિમેન્ટના જવાનોએ પોલીસ બેન્ડની શૌર્યસભર મધુર સુરાવલિઓ છેડી હતી. આ ઉપરાંત, સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વનિ પ્રસારણ પણ કરાયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…