દક્ષિણ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધી સતર્કતા; સહેલાણીઓ માટે પ્રતિબંધ

કેરળમાં ચોમાસાના વિધિવત આગમનથી ઉત્તર-પૂર્વીય ભારત સહિત દેશના તમામ રાજ્યોમાં વાતાવરણમાં ભલે ક્યાંક ઠંડક વર્તાઇ રહી હોય ,પરંતુ લોકોના દિલમાં ટાઢક થઈ ચ્હે. આ ત્રાહિમામ ગરમી હવે વધુ નથી રહે તેવા આશાવાદનીઓ સંચાર પણ થયો છે.સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન પહેલી જૂનથી થતું હોય છે. પણ આ વખતે બે દિવસ વહેલું આવ્યું છે. જે ગત વર્ષે લગભગ 20 દિવસથી 1 મહિના જેટલું ગુજરાતમાં મોડુ હતું. કેરળમાં આગમન સાથે ગુજરાતનાં વાતાવરણમાં પણ નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે,આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે પવન ફુંકાશે. આ સાથે જ 15મી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવાનાઓને નકારી શકાતી નથી. વધુમાં આગામી એક સપ્તાહ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. આ સપ્તાહ દરમિયાન લઘુતમ કે ગુરુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં અનુભવાય.
નવસારીનો દરિયો પાંચ દિવસ બંધ
પશ્ચિમ બંગાળથી ઉઠેલા રેમલ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતનાં પણ કેટલાક જિલ્લાઓમાં પવન ફૂંકાતો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર 29 મેથી બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ પગલે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા પ્રમાણે, આગામી પાંચ દિવસ નવસારીના દરિયાને બંધ કરવામાં આવ્યો છે.
સહેલાણીઓ પર પ્રતિબંધ
વાવાઝોડાની અસર સમુદ્રી વિસ્તારોમાં વર્તાતી હોય તે રીતે દરિયાઈ પટ્ટી પર ભારે પવનનો સહેલાણીઓને અનુભવ થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક છે. પરિણામે, દરિયા કિનારા પર કોઇ આકસ્મિક ઘટના ન બને તેની સાવચેતીના ભાગરૂપ નવસારી જિલ્લા વહીવટી તંત્રએ નજીકના દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આ જાહેરનામાને ગુરુવારથી જ અમલી કર્યો છે