આપણું ગુજરાત

ધ્વજા આભે આંબશે: બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારાશે

બહુચરાજી: ગુજરાતના મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત મુખ્ય મંત્રીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું. મુખ્યમંત્રીએ બેચરાજીની મુલાકાત લઈને મંદિરના દર્શન કર્યા હતા.

પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર પુન: નિર્માણનો સમગ્ર નકશો રાજ્ય સરકાર સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું નિરીક્ષણ કર્યુ હતું. બહુચરાજી મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ પણ વાંચો : જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર

ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 76.51 કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી સર્વ ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો