આપણું ગુજરાતસુરત

Diwali પૂર્વે સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ  

સુરતઃ ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની(Diwali)જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં સુરતમાં પણ હવે દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોના ભારે ઘસારાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે રેલવે અને પોલીસ તૈનાત કરવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો

સુરતમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા આવતા હોય છે. ત્યારે દિવાળીની ઉજવણી કરવા તમામ કામદારો વતન જવા નીકળ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો નોધાયો હતો. યુપી અને બિહાર જવા માટે મુસાફરોનો જમાવડો રેલવે સ્ટેશન પર હતો. પાંચ કલાકથી પણ વધુ સમયથી મુસાફરો લાઈનમાં ઉભા પોતાની ટ્રેનની રાહ જોઈ હતી. આ સાથે જ મુસાફરો વચ્ચે પડાપડીની સ્થિતિ પણ જોવા મળી હતી.

Also Read – Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ

રેલવે અને પોલીસ તંત્ર સજ્જ

મુસાફરોના ભારે ઘસારાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તેવી સ્થિતિને ધ્યાને રાખી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે આરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. હજારોની સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરી ભીડ વચ્ચે કોઈ આકસ્મિક બનાવ ન બને તેમજ હેમખેમ લોકો વતને જઈને તહેવારની ઉજવણી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker