આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર પર ‘અનરાધાર’ મેઘમહેર : દ્વારકામાં આભ ફાટ્યું 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ..!

અમદાવાદ: રાજ્ય પર સક્રિય થયેલી ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમને પગલે હાલ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરતું આ દરમિયાન આ મહેર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આફત બનીને વરસી રહી છે. જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં હાલ વરસાદથી ભારે નુકસાની થઈ રહી છે. આજે સૌથી વધુ વરસાદ દ્વારકામાં નોંધાયો છે કે જ્યાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય પોરબંદર, જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદ પડ્યો છે.

દ્વારકા સિવાય સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના કલ્યાણપૂરમાં 6 ઇંચ, જામ ખંભાળિયામાં 4.5 ઇંચ જ્યારે ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભાણવડના બરડા ડુંગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાનો સિંહણ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે, જ્યારે અન્ય ડેમોમાં પાણીની આવક થઈ રહી છે.

આ પણ વાંચો : Gujarat માં વહેલી સવારથી 63 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં 5.24 ઈંચ વરસાદ

જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી સોરઠ પંથક ભારે પપ્રભાવિત થયો છે. ગિરનારમાં પડી રહેલા વરસાદના કારણે સોનારખ નદીમાં પણ પાણી પુરનો માહોલ થયો છે. આ સિવાય માળીયા હાટીના તાલુકાના અનેક ગામો પ્રભાવિત થયા છે. કેશોદના ઘેડ પંથકના ગામડાઓમાં ઓઝતના પાણીએ જળબંબાકાર સર્જ્યો છે. તાલુકાના અનેક ગામડાઓમાં નદીના પાણીથી ખેતીની જમીનમાં ધોવાણ થયું છે. આ સાથે જ ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડયુ છે.

આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં નોંધાયો છે કે જ્યાં સરેરાશ 11 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં 8 ઇંચ, કેશોદમાં 8.3, વંથલીમાં 7 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ જ્યારે કલ્યાણપુરમાં સાડા 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હાલાર પંથકમાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button