આપણું ગુજરાત

ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગત 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ(Heavy rain in Gujarat)ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો…
ત્રીજી વખત Hemant Sorenએ લીધા ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.15 ટકા, તો કચ્છમાં વરસ્યો 25.59 ટકા વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 20.97 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 13.71 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 12.95 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે.

દરમિયાન રાજ્યમાં આગે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. દાંતામાં આઠ ઇંચથી વધુ અને વડગામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ મહીસાગરના કડાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button