આપણું ગુજરાત

કચ્છ પર મેઘો મહેરબાન : દ્વારકામાં સવા 6 ઇંચ જ્યારે માંડવીમાં પોણા છ ઇંચ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં સર્વત્ર મેઘરાજાઇ મહેર જોવા મળી રહી છે. આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના દ્વારકાના સવા 6 ઇંચ જેટલો નોંધાયો છે. કચ્છના માંડવીમાં પોણા છ ઇંચ, જોડિયામાં સવા પાંચ ઇંચ નોંધાયો છે. રાજ્યના 67 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાપરનું મેથાડ ગામ બેટમાં ફેરવાયું છે.

આજે રાજ્યના અનેક જિલ્લાઓમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના નખત્રાણામાં 5 ઇંચ નોંધાયો છે. જ્યારે મુંદ્રા અને પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ખેરગામમાં સાડા ચાર ઇંચ અને કચ્છના રાપરમાં સવા ચાર ઇંચ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકાઓમાં 2 ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓ ડોલવણ, ધોળકા, વઘઇ, ભાણવડ, ચોરસાઈ, સુરત, બારડોલી, લખપત, સુબીરનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. ધોધમાર વરસાદના પગલે સ્માર્ટ સિટી સુરતની સૂરત બગડી છે. હાલ સતત વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ આવતીકાલ બુધવારની રજા જાહેર કરી દીધી છે. તે માટે જાહેર કરેલા પરિપત્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પડી રહેલા વરસાદની આગાહીને લઈને રજા જાહેર કર્યું હોવાનું જણાવાયું છે.

ખાડીપૂરે સુરતનાઆ બેહાલ કર્યા:
સતત ત્રણ દિવસથી સુરતમાં પડી રહેલા વરસાદે મેઘરાજાએ સ્માર્ટ સિટી સુરતની સૂરત બગાડી નાખી છે. રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરને કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલો, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. બોટો ફરતી થતાં જ સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. આ વર્ષના ખાડીપૂરે સુરતના લોકોને 2006 ના વર્ષના તાપીના પૂરની યાદ અપાવી છે. મધુબન ડેમમાં સતત થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. NDRFની ટીમ દ્વારા નિચાણવાળા વિસ્તારોના લોકો ને સાવચેત કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકો ને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

આગામી સાત દિવસ ભારે:
હાલ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લાંબા અંતર બાદ આજે અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, નવસારી, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…