Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ વરસાદ આણંદ અને વડોદરામાં
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ભારે વરસાદ વરસ્યો (Heavy rain in Gujarat) હતો. ગઈ કાલે બુધવારે સવારે છ વાગ્યાથી આજે ગુરૂવારે સવારના છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં કુલ 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકના વરસાદના આંકડા:
બોરસદમાં 13.9 ઈંચ, વડોદરા તાલુકામાં 8.5 ઈંચ, તિલકવાડામાં 8.3 ઈંચ, પાદરામાં 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભરૂચ તાલુકામાં 7.3 ઈંચ, ખેરગામમાં 7.3 ઈંચ, નસવાડીમાં 6.3 ઈંચ, સુબીરમાં 6.1 ઈંચ, નાંદોદમાં 5.7 ઈંચ, શિનોરમાં 5.7 ઈંચ, અંકલેશ્વરમાં 5.6 ઈંચ, ઝઘડિયામાં 5.3 ઈંચ, દહેગામમાં 5.3 ઈંચ, હાંસોટમાં 5.1 ઈંચ, મહુવામાં 5.1 ઈંચ, સંખેડામાં 4.8 ઈંચ, હાલોલમાં 4.6 ઈંચ, વાગરામાં 4.6 ઈંચ, માંગરોળમાં 4.4 ઈંચ, ડભોઈમાં 4.4 ઈંચ, વઘઈમાં 4.3 ઈંચ, કરજણમાં 4.3 ઈંચ, બારડોલીમાં 4.3 ઈંચ, કપડવંજમાં 4.2 ઈંચ, વાલિયામાં 4.2 ઈંચ, ખંભાતમાં 4.2 ઈંચ, તલોદમાં 4.0 ઈંચ અને પલસાણામાં 4.0 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના 123 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
રાજ્યના ચાર તાલુકામાં આઠ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 28 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે 123 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. દરમિયાન 113 તાલુકામાં સામાન્યથી એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.