Gujarat ના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ
Ahmedabad: ગુજરાતમાં(Gujarat)સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે આગામી છ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે 6ઠ્ઠી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાબરકાંઠા, વડોદરા, ભરૂચ સહિતના સાત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી કરાવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે રાતથી જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો જે આજે શુક્રવારે વહેલી સવારે પણ ચાલુ રહ્યો છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, વડોદરામા યલો એલર્ટ
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે. જેમાં આજે સાબરકાંઠા, વડોદરા, ભરૂચ સહિતના સાત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત દાહોદ, આણંદ, ખેડા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે 8મી સપ્ટેમ્બર રવિવારના રોજ મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
ગુરુવારે મહેસાણામાં ચાર કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી જ વરસાદ પડયો હતો.તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. મહેસાણામાં ચાર કલાકની અંદર બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહેસાણામાં ખાબકેલા બે ઇંચથી વધુ વરસાદે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે મહેસાણા આવેલા મોઢેરા રોડ બંને તરફ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
Also Read –