Ahmedabad માં આજે ભારે વરસાદની આગાહી, બીઆરટીએસ સેવા બંધ
અમદાવાદ : ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.ગુજરાત માટે આજનો દિવસ અતિભારે છે. જેમાં આજે રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. જેના પગલે કોર્પોરેશને લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. તેમજ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ સેવા પણ આજે બંધ રાખવામાં આવી છે.
ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં નરોડામાં સૌથી વધુ 13 ઇંચ મણીનગરમાં પણ 13 ઇંચ, ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાસણા બેરેજ ડેમનું લેવલ વધતા 5 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેરમાં સોમવારે બંધ કરેલા નવ અંડરપાસ માંથી સાત ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ બે અંડરપાસ બંધ છે. અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા લોકોને સલાહ આપવામાં આવી છે.
Also Read –