Gujarat ના આ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે,અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ
આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને દહેગામમાં 3 ઈંચ જેટલો નોંધાયો છે. 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 14 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
| Also Read: Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર
આ ઉપરાંત તિલકવાડામાં 25 મીમી, કુકરમુંડા 24 મીમી, ગોધરા 23 મીમી, ધરમપુર, નિઝર 21 મીમી, ઉચ્છલ, બાલાસિનોર, છોટા ઉદેપુર 19 મીમી, મહુવા, સાગબારા 18 મીમી, લીંબડી, ગલતેશ્વર, સિંગવડ 17 મીમી, ભાવનગર, નેત્રંગ 16 મીમી, તલોદ, શિહોર, ઝાલોદ, શુબીર અને સાંજલીમાં 15 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 73 તાલુકામાં 1 થી લઇને 14 મીમી વરસાદ વરસ્યો છે.