આપણું ગુજરાત

હૃદયરોગનો હુમલો નાની વયનાને ભરખવા લાગ્યો: ૧૩ વર્ષના કિશોરનું, ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મૂળ જામનગરના અને મુંબઈમાં અભ્યાસ કરતાં ૧૩ વર્ષના કિશોરનું હાર્ટ એટેકને લીધે મોત થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આ નાની ઉંમરના મરણોના લીધે બંન્ને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી પેઢી ચલાવતા વેપારી સચીનભાઈ ગંઢેચાના પુત્ર ઓમને મંગળવારે સવારે મુંબઈમાં હાર્ટ એટેક આવતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી તેનો મૃતદેહ જામનગર લવાયો હતો. દરમિયાન રાજકોટની મૃતક કશીશ પીપળવા નામની વિદ્યાર્થિની જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી. તે જેતપુરમાં સરદાર પટેલ ક્ધયા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની હોસ્ટેલમાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા વિદ્યાર્થિનીને તબીબે મૃત જાહેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button