અમદાવાદઆપણું ગુજરાત

સાવધાનઃ વરસાદી વાતાવરણમાં કાનમાં ફંગસના કેસ વધી રહ્યા છે

અમદાવાદઃ ચોમાસાની ઋતુ અને સૂર્યપ્રકાશના અભાવને લીધે ઘણી બીમારીઓ ફેલાઈ છે. આખા ગુજરાતમાં કોલેરા, મલેરિયા, કમળો, શરદી-ઉધરસ તાવના દરદીઓ હૉસ્પિટલોમાં ઉભરાઈ રહ્યા છે. એવામાં ડોક્ટરો પાસેથી મળતી માહિતી અનુસાર કાનમાં સતત દુઃખાવો, સણકા અને ખંજવાળની સમસ્યા વધી છે. આ સમસ્યા ઈન્ફેક્શનને લીધે થાય છે.

ઈયરબડ્સ પહેરનારાઓ ખાસ વાંચો
જ્યાં જૂઓ ત્યાં લોકો કાનમાં ઈયરબડ્સ અથવા ઈયરફોન લગાવી ફરે છે. અડધી કે એકાદ કલાક નહીં, પણ સતત કલાકો સુધી ખાસ કરીને યુવાનીયાઓ કાનમાં ઈયરબડ્સ નાખે છે. વરસાદમાં ભેજવાળુ વાતાવરણ સતત કાન બંધ જ રહેતા હોવાને લીધે પણ ફંગસ થઈ શકે છે. આ સાથે કાનની બરાબર સફાઈ ન થાય તો પણ આ સમસ્યા ઊભી થાય છે.

અમદાવાદમાં હાલ વરસાદી માહોલના કારણે વાતાવરણમાં 60 થી 70 ટકા ભેજ છે. નિષ્ણાતના મતે વરસાદની આંખો, કાન અને ત્વચાને લગતી સમસ્યાઓ વધી જાય છે. જેનુ મુખ્ય કારણ ભેજ છે, જે બેક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ બની શકે છે જે ફંગલ ચેપનું કારણ બને છે. કાનમાં ગંદકી અને ઇયરબડ્સના નિશાન પણ ચેપનું કારણ બની શકે છે. લોકોને કાનમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે. આ સાથે જ કેટલીક વખત કાનમાં સણકા મારવા અને દુખાવો તેમજ બહેરાશ આવવા જેવા લક્ષણો અનુભવાય છે.

ચોમાસાની ઋતુમાં આ સામાન્ય બાબત છે. કારણ કે ભેજના કારણે ત્યાં ફૂગ જામી જતી હોય છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કાનની ઓપીડીમાં જેટલી માત્રામાં દર્દીઓ આવતા હોય છે. તેના કરતાં 10 ટકા દદીઓ ચોમાસાની ઋતુમાં વધી જતા હોય છે. તેમાં કાનના દુખાવાના દર્દીઓમાં ચોમાસાના મહિનાઓમાં વધુ ઘસારો રહેતો હોય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ ફંગસની ઓપીડીના રોજના 30થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે.

ઘરગથ્થુ ઈલાજ કરી મુસીબતો ન નોતરતા
દર્દીઓ કાનમાં દુખાવાની તકલીફથી કેટલીક વખત ફંગસ જમા થવાને કારણે દર્દીઓ જાતે જ કોઈ વસ્તુથી કાન સાફ કરે છે. જેને કારણે તેમને સામાન્ય રાહત મળે છે, પરંતુ સતત જો આ પ્રકારે જ સ્થિતિ રહેતી હોય અને દર્દી વારંવાર પોતાની જાતે જ ઘરગથ્થુ ઈલાજ કરી લેતા હોય છે અને 15 થી 20 દિવસ બાદ પણ દુખાવો રહેતો હોય છતાં તબીબીનો સંપર્ક કરતા નથી.

નિષ્ણાતના જણાવ્યુ મુજબ કાનના ઈન્ફેક્શનથી બચવા માટેના કાનમાં ભેજ ન આવે તે માટે ચોમાસામાં કાનને હંમેશા સ્વચ્છ રાખો. કાન લૂછવા માટે સોફ્ટ કોટનના કપડાનો ઉપયોગ કરો. ઇયરફોન અથવા ઇયરબડનો ઉપયોગ કરશો નહીં. બીજાના ઉપયોગ કરેલા ઇયરફોનનો ઉપયોગ કરવો નહીં. ચેપનું જોખમ ઘટાડવા માટે, ઇયરફોનને સાફ કરી જંતુમુક્ત કરો. ગળામાં ખરાશ કે ગળાના ચેપને કારણે પણ કાનમાં ચેપ લાગી શકે છે. તે માટે દર છ મહિને ENT નિષ્ણાત પાસે તપાસ કરાવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..