જે જીમમાં તંદદુરસ્તી માટે જતા હતા ત્યાં જ ફસડાઈ પડ્યા સુરતના વેપારી…

નાની કે મોટી ઉંમરે હૃદયરોગના હુમલા આવે તે હવે સામાન્ય થઈ ગયું છે, પણ સ્વસ્થ લાગતા લોકો પણ અચાનકથી ફસડાઈ પડ્યાની ઘટનાઓ પણ વારંવાર બની રહી છે. હૃદયરોગ સહિતની બીમારીઓથી બચવા અને ચુસ્ત રહેવા માટે રોજ કસરત કરવાની સલાહ આપવામા આવે છે, પરંતુ સુરતના એક વેપારી કસરત કરતા જ મોતને ભેટ્યા છે.
દ્વારકાદાસ મારુ નામના અહીંના એક કપાડના વેપારી રોજની જેમ આજે સવારે જીમમાં જઈ ટ્રેડ મિલ પર કસરત કરી રહ્યા હતા. કસરત કરતા પહેલા તેઓ એકદમ સામાન્ય અને સ્વસ્થ દેખાતા હતા અને ટ્રેડ મિલ પર વૉક કરી રહ્યા હતા. અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ફસડાયા અને ટ્રેડ મિલમાંથી બહાર ફેંકાયા હતા. તેમની પાસે કસરત કરી રહેલાએ તેમને સીપીઆર આપવાની કોશિશ કરી પણ કોઈ પરિણામ આવ્યું નહીં. દરમિયાન તેમના પરિવારને જાણ કરાઈ અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવાર અને મિત્રોમાં શોક ફેલાઈ ગયો હતો.