અમદાવાદઆપણું ગુજરાતમધ્ય ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છ મહિનામાં 2204 હેલ્થ લીકર પરમીટની ભલામણને મંજૂરી અપાઈ

અમદાવાદઃ છેલ્લા છ દાયકાથી ગુજરાત(Gujarat)માં દારૂબંધી અમલ છે, છતાં હાયપરટેન્શન સહીત કેટલાક મેડિકલ કારણો હેઠળ દારૂના સેવન માટે હેલ્થ લિકર પરમિટ (Liquor permits on health grounds) આપવામાં આવે છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી જૂન 2024ના દરમિયાનમાં 2204 હેલ્થ લીકર પરમિટની ભલામણ માટે મંજૂરી અપાઈ છે, જેમાં 2059 પુરુષ અને 145 મહિલા છે, આમાં નવી 160 અને રિન્યુઅલ 2044 ભલામણ સામેલ છે. ગયા વર્ષે 2023માં નવી 1201 અને 2902 રિન્યુઅલ એમ કુલ 4,103 લીકર પરમિટ ભલામણને સિવિલ તંત્રે ચકાસણી બાદ લીલીઝંડી આપી હતી.

જૂનમાં નવી અરજીની મંજૂરીમાં ઉછાળો:
અમદાવાદ સિવિલમાં વર્ષ 2024ના પાંચ મહિનામાં નવી માંડ 76 જેટલી અરજી મંજૂર થઈ હતી, આચારસંહિતા વચ્ચે કડક અમલવારીને લઈ અરજી ઓછી જોવા મળી હતી, જોકે પાંચ મહિનામાં જેટલી અરજી મંજૂર થઈ તેના કરતાં જૂનના એક જ મહિનામાં નવી 84 અરજીને લીલીઝંડી મળી હતી, આમ છેલ્લા મહિનામાં નવી અરજીની મંજૂરીમાં ઓચિંતો ઉછાળો જોવાયો છે.

છ મહિનામાં કુલ 2204 હેલ્થ લીકર પરમિટને મંજૂરી અપાઈ:
સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબે જણાવ્યું હતું કે, વર્ષ 2024ના છ મહિનામાં નવી 160 અને રિન્યુઅલ 2044 એમ કુલ 2204 હેલ્થ લીકર પરમિટની અરજી માટે ભલામણને મંજૂરી અપાઈ છે. અનિદ્રા, તણાવ હોય તેવા કિસ્સામાં દારૂની પરમિટ મળે છે, જેના માટે સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે. નવી પરમિટ માટે 20 હજાર અને રિન્યુઅલ માટે 14 હજાર ચૂકવવા પડે છે.

ત્રણ વર્ષમાં 110 કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી:
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023માં 1201 નવી અને 2902 રિન્યૂઅલ એમ કુલ 4,103 લિકર પરમિટની ભલામણને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2022માં 1415 નવી અને 3079 રિન્યુઅલ એમ 4494 અરજીને તબીબી ચકાસણી બાદ હેલ્થ લિકર પરમિટ આપવા ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2021માં 1332 નવી અને 1244 રિન્યૂઅલ સહિત 3743 અરજી મંજૂર થઈ હતી. એકંદરે ત્રણ વર્ષમાં 12 હજારથી વધુ અરજી મંજૂર થઈ હતી. એક અંદાજ પ્રમાણે ત્રણ વર્ષમાં 110 કરતાં વધુ મહિલાઓએ લિકરની પરમિટ મેળવી છે.

સરકારની પરમિટ ફી પેટે આવક પણ વધી
ગુજરાતમાં ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે 39,888 જેટલા લોકો દારૂની પરમિટ ધરાવે છે. પરમિટ ફી પેટે સરકારની આવક પણ વધી રહી છે, વર્ષ 2020-21 માં સરકારને 11.92 કરોડ, 2021-22માં 10.71 કરોડ જ્યારે વર્ષ 2022-23માં 12.69 કરોડની આવક થઈ હતી. 40થી 50 વર્ષ સુધીની વયે મહિને ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વયે મહિને ચાર યુનિટ, 65 વર્ષ કરતા વધુ વયે મહિને પાંચ યુનિટ દારૂની પરમિટ મળતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker