જામનગરમાં કોંગો ફીવરને કારણે આધેડનું મોતઃ આરોગ્ય વિભાગ જારી કરી હેલ્થ ગાઈડલાઈન્સ
અમદાવાદ: તાજેતરમાં જામનગરમાં કોંગો ફીવરના કારણે એક આધેડના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જામનગરમાં કોંગો ફીવરે દસ્તક દીધા બાદ બીમારીની ગંભીરતાને ધ્યાને લઈને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું હતું.
રાજ્યમાં ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (CCHF) અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે.
વ્યક્તિથી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પૂનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.
વ્યક્તિથી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પૂનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.
Also read: અમદાવાદમાં કોંગો ફીવરથી મહિલાનું મોત: સરકારે આપ્યા ઝડપી કાર્યવાહીના આદેશ
કૉંગો ફીવરના લક્ષણો શું છે ?
ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર તાવ, સ્નાયુનો દુખાવો, ચકકર આવવા, ગરદનમાં દુખાવો અને પીઠ-માથાનો દુખાવો, ઝાડા-ઉલ્ટી, નાક કે પેઢામાંથી લોહી નીકળવું તેવા પ્રકારના લક્ષણો આ રોગમાં દેખાય છે. અત્રે ઉલેખ્ખનીય છે કે, જામનગરમાં 50 વર્ષના આધેડનો ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
છેલ્લે 2023મા નોંધાયો હતો કેસ અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેડીકલ કોલેજના તજજ્ઞોની રેપીડ રીસ્પોન્સ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં કૉંગો ફીવરનો છેલ્લો કેસ વર્ષ 2023મા સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.