આપણું ગુજરાત

ગુજરાતના આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…

અમદાવાદ: રાજ્યના પટનાગર ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ૧૭ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે તે સમયે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપ વિધાન સભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે ગંભીર નથી.

આરોગ્ય વિભાગની કામગીરી પર પ્રશ્ન
મળતી વિગતો અનુસાર ગાંધીનગરમાં વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન સુરતથી ભાજપનાં વિધાન સભ્ય કુમાર કાનાણીએ રાજ્યનાં આરોગ્ય વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે ગંભીર નથી. આયુષમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેનું એપ્રુવલ મળતું નથી.અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ મળતો નથી. શું હૃદયરોગના હુમલા ટાઇમ જોઈને આવતા હોય છે.

આ પણ વાંચો : Vikram Thakor ની નારાજગી બાદ સરકારનો નિર્ણય, 26 અને 27 માર્ચે મોટા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ

આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ
ખુદ ભાજપનાં જ વિધાન સભ્યએ આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ કર્યો છે. તે ઉપરાંત તેમણે ખાદ્ય પદાર્થોની ચકાસણીમાં થતા વિલંબ સામે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે સરકાર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવતાં સેમ્પલના પરિણામો આવે ત્યાં સુધીમાં તે પ્રોડક્ટ બજારમાં વેચાઈ અને લોકોના પેટમાં પહોંચી ચૂકી હોય છે. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. પરંતુ, સરકારની વ્યવસ્થા તંત્ર ઊંઘી રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને રાજ્ય સરકારને ખાદ્ય ભેળસેળ રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં ભરવા વિનંતી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button