ભડકાઉ ભાષણ મૌલાના માટે બન્યું મુસીબત, જુનાગઢ, કચ્છ બાદ અરવલ્લીમાં ત્રીજી ફરિયાદ
ભુજ: ભડકાઉ ભાષણો આપવામાં મૌલાના મુફ્તી સલમાનના (mufti salman azhari) ભુજના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન એવો છે કે અરવલી પોલીસ કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરતાં જ મૌલાનાની ધરપકડ કરશે.
એક તરફ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભડકાઉ ભાષણ આપવા બદલ પોલીસના સકંજામાં છે અને તેના ટ્રસ્ટ અને તેના ફંડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ તપાસ અંગેની કોઈ પણ માહિતી હજુ સુધી બહાર આવી નથી. પરંતુ પોલીસ કેસને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેનો કબજો લઈ ભચાઉ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતા.
સામખિયાળીમાં ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત 31મી જાન્યુઆરીના યોજાયેલા તકરીરના ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મુફ્તી અઝહરીએ ઉશ્કેરણીજનક ભાષણ આપતાં પોલીસ દ્વારા ખૂદ ફરિયાદી બનીને તેને જુનાગઢના આવા જ પ્રકરણમાં જામીન મળ્યા બાદ તેનો કબ્જો લઇ ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૌલાનાના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.