આપણું ગુજરાત

ખાખી માટે દોડી લેજો: PSI-કોંસ્ટેબલની શારીરિક કસોટીને લઈને Hasmukh Patelનું મહત્વનું નિવેદન

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેમ તારીખોને લઈને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. જો કે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને નિવેદન આપ્યું છે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે X હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી આ જ વર્ષે 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ જશે.

પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

Also Read –


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button