હસમુખ પટેલના નિર્ણયને મળી સફળતા: STIની પરીક્ષા માટે 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક જ ન ભર્યા…

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીમાં પણ ફેરફાર કરીને સંમતિપત્રકને ફરજિયાત કરવામાં આવ્યું હતું. આયોગ દ્વારા ગેરહજાર રહેતા વિદ્યાર્થીઓ માટે જે નકામો ખર્ચ કરવામાં આવે છે તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આયોગને સફળતા મળી છે, કુલ ઉમેદવારો પૈકીના 31% જેટલા ઉમેદવારોએ સંમતિપત્રક જ નથી ભર્યા.
આ પણ વાંચો : ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર
સંમતિપત્રક કરવાનું આવ્યું ફરજિયાત
GPSCના ચેરમેન પદ IPS હસમુખ પટેલ દ્વારા સંભાળ્યા બાદ તેમણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. જેમાં આગામી 22મી ડિસેમ્બરના રોજ લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની પરીક્ષામાં 2,34,162 ઉમેદવારે અરજી કરી છે. રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે હવે સંમતિપત્રક આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. STI પરીક્ષા માટે સંમતિ અંગેનું ફોર્મ 25 નવેમ્બર સાંજે 5 વાગ્યાથી બીજી ડિસેમ્બર સવારે 10 વાગ્યા સુધીમાં ભરવાનું હતું.
30 ટકા ઉમેદવારોએ સંમતિપત્રક નથી ભર્યા
રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આગામી 22 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં આયોગે સંમતિ પત્રક ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ અંતે 2.34 લાખ કરતાં પણ વધુ અરજીઓમાંથી 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નથી ભર્યા. એટલે કે કુલ ઉમેદવારો પૈકીના 31% જેટલા ઉમેદવારો માટે આયોગને કોપી વ્યવસ્થા કરવાની રહેશે નહિ. આયોગના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપીને આભાર માન્યો હતો.
આ પણ વાંચો : કચ્છમાં આવી ગયા છે યુરોપ, મોંગોલિયા સહિતના મહેમાનોઃ જોવા જાશો કે નહીં?
શા માટે લેવામાં આવ્યો હતો નિર્ણય?
પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. આથી પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે આયોગ દ્વારા આયોજન કરવું પડતું હોઇ, તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર આવતો હોય છે.