STI પરીક્ષાના પરિણામ અંગે હસમુખ પટેલે આપ્યા મોટા સમાચાર
ગાંધીનગર: વર્ષ 2024માં 22 ડિસેમ્બરના રોજ યોજાયેલી રાજ્ય વેરા નિરીક્ષકની (STI) પરીક્ષાના પરિણામને લઈને ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય વેરા નિરીક્ષકની 300 જેટલી જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ તારીખે જાહેર થશે પરિણામગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્ય વેરા નિરીક્ષક ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરી આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમણે વધુમાં મુખ્ય પરીક્ષા ક્યારે યોજવી તે માટે ઉમેદવારોને પૂછ્યું છે.
Also read: વિદ્યાર્થીઓને પરીક્ષાના ચક્કરથી દૂર કરી સ્કીલ બેઝ્ડ શિક્ષણ આપો
ડિસેમ્બરમાં યોજાઇ હતી STIની પરીક્ષા 22 ડિસેમ્બરના રોજ GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોગના જણાવ્યા અનુસાર રાજ્યનાં 33 જિલ્લાઓમાં 754 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વર્ગ 1-2ની જાહેરાત ક્યારે? હસમુખ પટેલે કહ્યું હતું કે આયોગ વર્ગ 1-2 ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે.
UPSCની પ્રિલિમ પહેલા GPSCની પ્રિલિમ અને GPSCની મેઈન પરીક્ષા UPSCની મેઇન પછી લેવાનું આયોજન છે. આયોગ દ્વારા વર્ગ 1-2ની જાહેરાત આવનારા પખવાડિયામાં આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જાહેરાતમાં થોડો પરિવર્તન થઈ શકે છે પણ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે તેમ હસમુખ પટેલે જણાવ્યું છે.