આપણું ગુજરાત

Gujarat માં RTI નો દુરૂપયોગ કરનારા સામે કાર્યવાહી કરાશે, કુલ 67 ગુના નોંધાયા…

અમદાવાદ: ગુજરાતના(Gujarat)ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ RTI કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની પ્રવૃતિ કરનારા લોકોને સુધરી જવાની કડક ચેતવણી આપી હતી. વિધાનસભાના નિયમોના નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત દર મહિને એક વાર પોલીસ અધિકારીઓ અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ હતી. તેમાં સુરત ખાતે આર.ટી.આઇ કાયદાનો દુરૂપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. ત્યાર બાદ આર.ટી.આઇ કાયદાનો દુરૂપયોગ કરનારી ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.

Also read : વડોદરામાં ‘ભાજપ’ના પ્રયોગ: 44 નેતાની દાવેદારી વચ્ચે જયપ્રકાશ સોનીને પ્રમુખ બનાવ્યા, જાણો કોણ છે અને કારણ શું?

કુલ 67 ગુનાઓ દાખલ

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આર.ટી.આઈનો પવિત્ર કાયદો અમલમાં છે, ત્યારે આ કાયદાનો દુરૂપયોગ કરનારા શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ 67 ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂ ર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો દુરૂપયોગ બિલકૂલ નહિ ચલાવી લેવાય સુધરી જાવ કે જેલમાં જાવની કડક ચેતવણી ગૃહ રાજ્યપ્રધાનએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી હતી.

લોકોને પોલીસ સમક્ષ ફરીયાદ આપવા અપીલ

હર્ષ સંઘવીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે જણાવ્યું હતું કે, સુરતમાં અમુક લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈ એક્ટીવિસ્ટ તથા યુ-ટ્યુબર તરીકે આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી-ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીપુર્વક પૈસા પડાવતા હોવા અંગેની રજુઆત પોલીસ કમિશ્નરને સંકલન બેઠકમાં મળી હતી. જે અંતર્ગત એસ.ઓ.જી.ને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી આવી રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરીયાદ આપવા અપીલ કરવામાં આવી હતી.

Also read : Gujarat સરકારનો મોટો નિર્ણય, 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે વધારાની બે કરોડની ગ્રાન્ટ…

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આર.ટી.આઇ.ની આડ નાણાં પડાવવા અંગેના કુલ-24 ગુનાઓ તેમજ ન્યુઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ દબાણ આપી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ–17 ગુનાઓ એમ 50 આરોપીઓ સામે કુલ-41 ગુનાઓ દાખલ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button