રાજય સરકારે જિલ્લા પ્રભારી પ્રધાનોની નિમણૂક કરી, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી...
Top Newsઆપણું ગુજરાત

રાજય સરકારે જિલ્લા પ્રભારી પ્રધાનોની નિમણૂક કરી, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી…

ગાંધીનગરઃ રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર, કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી, જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

જ્યારે નરેશ પટેલને વલસાડ અને તાપી, અર્જુન મોઢવાડીયાને જામનગર અને દાહોદ, ડૉ. પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ, રમણ સોલંકીને ખેડા અને અરવલ્લીના પ્રભારી પ્રધાન બનાવાયા હતા. ઈશ્વરસિંહ પટેલને નર્મદા, મનિષા વકીલને છોટા ઉદેપુર, પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથ, કાંતિલાલ અમૃતિયાને કચ્છ, રમેશ કટારાને પંચમહાલ, દર્શના વાઘેલાને સુરેન્દ્રનગર, જયરામ ગામીતને ડાંગ, સ્વરૂપજી ઠોકોરને પાટણ અને રિવાબા જાડેજાને બોટાદના પ્રભારી પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રધાનોને પ્રભારી અને સહ પ્રભારી બનાવાયા

કૌશિક વેકરીયાને ભાવનગર અને જૂનાગઢ (સહ પ્રભારી), પ્રવિણ માળીને મહેસાણા અને નર્મદા (સહ પ્રભારી), ત્રિકમ છાંગા મોરબી અને રાજકોટ (સહ પ્રભારી), કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરા (સહ પ્રભારી) સંજય મહીડાને આણંદ અને ભરૂચ (સહ પ્રભારી), પી સી બરંડાને મહીસાગર અને દાહોદ(સહ પ્રભારી) તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ પ્રભારી અને સહ પ્રભારી પ્રધાનો સમયાંતરે જિલ્લાની મુલાકાત લેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button