નાયબ મુખ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ બેઠકમાં GSRTCના કર્મચારીઓ હર્ષ સંઘવીએ શું લીધો મોટો નિર્ણય?

ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ પૈકી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના 36,000 થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયો રાજ્યના નાગરિકોને સમયસર અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા રાત-દિવસ કાર્ય કરતા GSRTC કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે લેવામાં આવ્યા હતો.
નિગમના તમામ કર્મચારીઓને હવે ₹10,000 ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને ₹5,000 સુધી આ પેશગી મળતી હતી. નાયબ મુખ્ય પ્રધાને પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: દિવ્યાંગો માટે GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!
તારીખ 26મીથી 30મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસ.ટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ ડ્રાઈવમાં લીકેજ નળની મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવશે.