ગુજરાતમાં Love Jihad મુદ્દે હર્ષ સંઘવી આકરા પાણીએ, વિધાનસભામાં કહ્યું સરકાર કોઇને નહિ છોડે…

અમદાવાદઃ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદના(Love Jihad)મુદ્દે ધડબડાટી બોલાવી હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં તેમણે જણાવ્યું હતું કે ભળતા નામે પ્રેમ કરીને યુવતીઓને ફસાવનારાઓને છોડવામાં આવશે નહી. જો કોઈ અમજદ અન્ય ખોટા નામ સાથે ભોળી દીકરીને ફસાવશે તો તેમને છોડવામાં આવશે નહીં કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો : Gujarat પોલીસ એકશનમાં, 7612 આરોપીઓની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી
પ્રેમના નામે પ્રપંચ નહીં ચલાવી લેવામાં આવે
હર્ષ સંઘવીએ લવજેહાદ મુદ્દે ભારપૂર્વક કહ્યું કહ્યું કે, લવ જેહાદ હોય તો સરકાર પગલાં લેશે જ તેમાં કોઈની પણ શરમ ભરવામાં આવશે નહીં. પ્રેમ કરવાનો વાંધો નથી, પ્રેમ પવિત્ર સંબંધ છે પણ પ્રેમના નામે પ્રપંચ નહીં ચલાવી લેવામાં આવે. વધુમાં કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે હર્ષ સંઘવીએ કોંગ્રેસના આડેહાથ લેતા કહ્યું હતું કે,12 ધારાસભ્ય કરતા અમારા કેપ્ટનની લીડ વધારે છે, તમારા નેતા કહે છે કે જનતાને કોંગ્રેસ પર વિશ્વાસ કેમ નથી કારણ કે સવાર થાયને ગૃહમંત્રીનું રાજીનામું માગવામાં આવે છે. નકલી કચેરી કે અન્ય કેસમાં સરકારે સામેથી કેસ કર્યો છે. ગુજરાત પોલીસે પંજાબ, બંગાળમાં જઈ ડ્ર્ગ્સ પકડ્યું છે. રાજ્યના દરિયાકિનારાને સુરક્ષિત બનાવ્યો છે.