Gujarat: Loksabha ચૂંટણી પહેલા ગુજરાતને GSRTCની 301 નવી બસોની ભેટ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થવાને માત્ર ગણતરીની મિનિટોની જ વાર છે. તેવામાં આજે રાજ્ય પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મેગા લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો જેમાં ગુજરાતની જનતાને 301 નવી ST બસોની ભેટ મળી છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના GMCD મેદાન ખાતે એક મેગા લોંચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી, ધારાસભ્યો અને અમદાવાદના મેયરની હાજરીમાં ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા નવી 301 ST બસો ગુજરાત ST વિભાગને સોંપવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એસટી વિભાગમાં ફેરબદલ થઈ રહ્યો છે.
ચૂંટણી પહેલા રાજ્યની જનતાને 301 બસોની મોટી ગિફ્ટ મળી છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એસટી નિગમની કાયાપલટ કરવામાં આવી રહી છે.

બસો અને બસ સ્ટેન્ડને વધુ સ્વચ્છ બનાવવાની ઝુંબેશના પણ યાત્રીઓ તરફથી વખાણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જોવા મળે છે લાંબા રુટની બસો પર યાત્રીઓ એસટીનો ઉપયોગ કરતા વધુ જોવા મળે છે.
એસટીમાં ઓનલાઈન બુકિંગ, રિયલ ટાઈમ લોકેશન જેવી સેવાનો પણ મુસાફરો લાભ લઈ રહ્યા છે, જો કે રિયલ ટાઈમ લોકેશન અપડેટ અને હાઇવે પરની હોટેલો પર વધારાના ભાવ વસૂલવાને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણી ફરિયાદો ઉઠી હતી.