માણાવદર વિધાનસભા બેઠક પર પક્ષ પલટુ અરવિંદ લાડાણી પર કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા વરસ્યા

માણાવદર ની બેઠક પર કોંગ્રેસે જ્યારે વર્ષોથી કોંગ્રેસમાં રહી અને વિચારધારા અને અનુસરતા હરિભાઈ કણસાગરાને પસંદ કરી અને લડાવવાનું પસંદ કર્યું છે ત્યારે તેમના નિવેદન પરથી એવું લાગ્યું કે ખરેખર લડાયક જ રહેશે. મીડિયાએ પૂછતા પૂર્વ મૂળ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અને મતદારે જ્યારે પાંચ વર્ષ માટે વિશ્વાસ રાખી અને ચૂંટ્યા છે તો તેનો કામ કરવાનું હોય સમાજની સેવા કરવાની હોય તેની જગ્યાએ ક્ષણિક લાભ માટે મતદારો અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે પ્રજા તેમને જવાબ આપશે. પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે પૂરતી લડત આપશે અને પૂરા કરાવશે તેવા વિશ્વાસ સાથે મીડિયા સમક્ષ જીતની આશા, વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જવાહર ચાવડા મોર કોંગ્રેસમાં હતા અને પછી ભારતીય જનતા પક્ષમાં જોડાયા પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષના જાહેર કે અંગત કાર્યક્રમમાં તેમની સૂચક હાજરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.જો નારાજ ચાલે છે તો કોને ફાયદો થાય તે તો આવનારો સમય જણાવશે.
હાલ તો કોંગ્રેસના ઉમેદવારે અરવિંદભાઈ પર આક્ષેપ અને આરોપોનો મારો ચલાવ્યો હતો કે પ્રજાના મતનો તેમણે દ્રોહ કર્યો છે,પ્રજા હોશિયાર છે,પ્રજા અરવિંદ ભાઈને બતાવી દેશે કે આ ધંધો ના કરાય,પ્રજાએ તમને 5 વરસ સેવા કરવા માટે ચૂંટ્યા હતા પરંતુ અંગત સ્વાર્થ ને લઇ વિપક્ષમાં જોડાઈ ગયા છે.
માણાવદર બેઠક પર સૌની નજર છે ચૂંટણી જામશે તેમાં શંકાને સ્થાન નથી.