જાણો .. Hardik Patel એ કેમ માન્યો ગુજરાત સરકારનો આભાર
અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2015 થી 2019 સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ ચાલેલા પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ(Hardik Patel)સહિત અનેક પાટીદારો પર પોલીસે રાજદ્રોહ સહિતના અનેક કેસો દાખલ કર્યા હતા. ત્યારે હવે પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
કેસો ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે
આ અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં
હાર્દિક પટેલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ” ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના ઘણા યુવાનો સામે દાખલ કરાયેલા ગંભીર રાજદ્રોહના કેસ સહિતના કેસો ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. સમાજ વતી, હું ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું. “
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિન-અનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ. 1000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી અને દેશમાં ઉચ્ચ જાતિઓને આર્થિક ધોરણે 10 ટકા અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.
Also read: પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું
સત્યમેવ જયતે જય સરદાર
આ ઉપરાંત પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને મુખ્ય મંત્રીનો આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે ” આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી દર્શાવવામાં આવ્યા હતા. પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર .સત્યમેવ જયતે જય સરદાર “