આજે છે કાકાસાહેબ કાલેલકર નો જન્મદિવસ
આજે ૧ ડીસેમ્બર. વર્ષ ૧૮૮૫. કાકાસાહેબ કાલેલકર નો જન્મદિવસ. ઉચ્ચ કોટિના ગુજરાતી સાહિત્યકાર. મૂળ મહારાષ્ટ્રીયન. સતારા ના. આખું નામ : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ભણતર પણ માતૃભાષા મરાઠી માં. ઉછેર પણ મહારાષ્ટ્ર માં. છતાં લેખન ગુજરાતી ભાષા માં. એટલે સવાઈ ગુજરાતી કહેવાયા. એમની સરળ લેખનશૈલી, ઝીણવટભરી અવલોકન શક્તિ અને સંદર્ભો સાથેનું લખાણ. એટલે લલિત નિબંધકાર તરીકે ઓળખાયા.
આજીવન કુદરતી પ્રેમી અને પરિવ્રાજક. હિમાલયમાં ૨૨૦૦ માઈલ પગપાળા પ્રવાસ કર્યો. એમનું પ્રવાસ લેખન વાંચવા લાયક. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા વિગેરે પુસ્તકો લખ્યાં. (હિમાલયનો પ્રવાસ વર્ષ ૧૯૨૪ માં પ્રકાશિત થઇ હતી. એ વખતે હિમાલયમાં કોઈ સુવિધા ન હતી.)
રસ્તાઓ ન હતાં. એમના બીજા લેખનોમાં ઓતરાતી દિવાલો, જીવન વ્યવસ્થા, જીવન સંસ્કૃતિ, ગીતાધર્મ, સ્મરણ યાત્રા, વિગેરે. (ઓતરાતી દિવાલો જેલવાસ દરમિયાન પક્ષીઓ અને જીવજંતુઓ વિશે લખેલી. ગીતાધર્મ વાંચવા લાયક.) નીડર પત્રકારત્વ નિભાવતા અનેક વખત જેલમાં ગયા હતા.
રાજ્યસભાના ૧૨ વર્ષ સુધી સભ્ય.
(ભારતીય બંધારણ માં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પ્રથમ દિવસથી જ અનામત ની સુવિધા આપવામાં આવી છે. પરંતુ અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે કમિશનની રચના કરવા ની વાત કહી છે. એ પ્રમાણે કાકાસાહેબ કાલેલકર ને પછાત વર્ગ ના કમિશનના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. એમણે કરેલી ભલામણોમાં એક ભલામણ પ્રમાણે ભારતની તમામ સ્ત્રીઓને પછાત ગણી અનામત ના લાભો આપવાના હતા. એમની ભલામણો ભૂલાવી દેવામાં આવી. પાછળથી મંડલ કમીશન ની ભલામણો ફેરફાર સાથે અમલમાં મૂકવામાં આવી.)
સ્મારક ટિકિટ બહાર પડી.
પદ્મવિભૂષણ થી સન્માનિત.