ભુજ શહેરમાં હરખની હેલી: આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી કલેકટરે એક દિવસની રજા જાહેર કરી
ભુજ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી(Heavy rain in Gujarat) રહ્યો છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે કચ્છ જીલ્લાના ભુજમાં હરખનો માહોલ છે. શહેરમાં આવેલું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાતા(Hamirsar Lake overflow) શહેરીજનો લોકોને નવા નીરના વધામણા કરી રહ્યા છે.
પરંપરા મુજબ હમીરસર તળાવના નીરના વધામણા કરવા કચ્છ જીલ્લા કલેકટરે (Kutch District collector) ભુજ શહેરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસની રાજા જાહેર કરી છે. પરંપરા મુજબ જયારે પણ હામીસર તળાવ છલકાય ત્યારે શહેરના દરેક ઘરે લાપસી બનાવી નીર વધાવવામાં આવે છે.
કલેકટર કચેરી તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાં મુજબ ગઈ કાલે બુધવારે રાત્રે 11.15 કલાકે હમીરસર તળાવ ઓવરફલો થયું હતું, વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ગુરુવારે ભુજ શહેર પુરતી એક દિવસની રાજા જાહેર કરવામાં આવી છે. આજે શહેરમાં સરકારી કચેરીઓ અને શાળાઓ બંધ રહેશે, પરંતુ આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ બે દિવસ ભારે, અન્ય પંથકોમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો અપડેટ
લગભગ 450 વર્ષ પહેલા ભુજમાં હમીરસર તળાવ બનવવામાં આવ્યું હતું, આ તળાવ જયારે પણ ઓગનવાય ત્યારે રાજા દ્વારા નીરને વધાવવામાં આવતા. આઝાદી પછી 1952માં ભુજ નગરપાલિકાની સ્થાપના થઇ અને વર્ષ 1953માં આઝાદી બાદ સૌપ્રથમ વખત હમીરસર તળાવ ઓગનવાયું. તળાવ છલકાય ત્યારે નગરપાલિકા દ્વારા નગરજનોને મેઘ લાડુનું જમણ પણ કરાવવામાં આવે છે..
હમીરસર તળાવ છલકાય તેના બીજા દિવસે જાહેર રજા રાખવાની પરંપરા 1970થી ચાલી આવે છે. આજે પણ કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી રાખી છે.