હાલોલથી ઝડપાયો લાંચિયો PSI; આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માંગી 1 લાખની લાંચ

દાહોદ: પંચમહાલ જિલ્લાના હાલોલમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. ACBએ હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રો.પોલીસ સબ ઇન્સ્પેકટર મેહુલ રમેશભાઈ ભરવાડને એક ગુનામાં એક શખ્સને વોન્ટેડ જાહેર આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા મેહુલ ભરવાડ દ્વારા એક ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીની સાથે મારઝૂડ કે હેરાન નહીં કરવા માટે આરોપી પાસે 2.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
Also read: પંચમહાલમાં અધિકારીનું ‘સ્ટિંગ ઓપરેશન’: વેશપલટો કરીને સરકારી વિભાગોની ખોલી પોલ
જો કે આરોપીએ 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને PSI મેહુલ ભરવાડનો સંપર્ક કર્યો ત્યારે આરોપી PSIએ એક લાખ રૂપિયા અત્યારે આપી જવા કહેતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACB દ્વારા લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં PSI ભરવાડ લાંચ 1 લાખ રૂપિયા ઝડપાઇ ગયા હતા.