આપણું ગુજરાત

જાણીતા લેખક એચ. એન. ગોલીબારનો બ્રેઇન હેમરેજને લીધે ઇન્તેકાલ

અમદાવાદ: સાપ્તાહિક ચંદન'ના તંત્રી-માલિક એચ.એન. ગોલીબાર એટલે કે હાજી મહમ્મદ યુનુસ ગોલીબાર એટલે કે ભોલાભાઈ ગોલીબારનું બ્રેઇન હેમરેજને કારણે ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બુધવારે તેઓ પડી ગયા હતા જેથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં તેમની ધારાવાહિક નવલકથાતૃપ્ત-અતૃપ્ત’ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચાર'માં ચાલી રહી છે. ગોલીબાર લોકપ્રિય લેખક તો ખરા પણ એક એવા માણસ હતા જે દરેક ઉંમરની વ્યક્તિઓ સાથે સહજ રીતે મોકળા મને હસીને તેમની સાથે વાતો કરી શકે. તેમની વાતોમાં ક્યારેય ડંખ ન જોવા મળે. ગોલીબાર જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે તેમને તેમના પિતા નૂર મહમ્મદ ગોલીબારેચક્રમ’ના પ્રેસમાં કામ પર રાખ્યા હતા.

ગોલીબાર ટીનેજર હતા ત્યારે 1966માં તેમનાં પિતા નૂર મહમ્મદ ગોલીબારનું મુત્યુ થયું હતું. એ પછી ગોલીબારના મોટાભાઈ છોટે ગોલીબારે ચક્રમ’નું સુકાન સાંભળી લીધું હતું. પરંતુ તેઓ પણ 31 વર્ષની નાની ઉંમરે મુત્યુ પામ્યા. 1970માં `ચક્રમ’ની સાથે આખા ગોલીબાર કુટુંબની જવાબદારી માત્ર 19 વર્ષીય ગોલીબાર ઉપર આવી પડી હતી.

તેઓ એ વખતે કોલેજમાં અભ્યાસ કરતા હતા.
1971માં ભોલાભાઈએ ચક્રમ’નું સુકાન સંભાળ્યું. એ પછી તેમણે 1973માં એક અકલ્પ્ય નિર્ણય લીધો, તેમણે જાહેર કર્યું કે આજ પછી ચક્રમ સામાયિકમાં એક પણ જાહેરખબર પ્રકાશિત નહીં થાય.

ગોલીબાર સવા બસો નોવેલ્સ લખી ચૂક્યા છે. એમાંથી અડધોઅડધ નોવેલ હોરર થ્રિલર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button