જંબુસરની સરકારી હોસ્પિટલમાં ગાયનેક પ્રસૂતાના સિઝેરિયન વખતે પેટમાં કપડું ભૂલી ગયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભરૂચ જિલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મહિલા ગાયનેક તબીબે એક પ્રસુતાના સીઝેરીયન ઓપરેશન દરમિયાન પ્રસૂતાના પેટમાં કોટન (કપડું) ભૂલી જતા ગાયનેક તબીબ વિધ્ધ પ્રસૂતા મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગાયનેક તબીબ વિધ્ધ ગંભીર પ્રકારની નિષ્કાળજી અને બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ
ધરી છે.
સુરતના અમરોલીમાં રહેતા શૈલેષ જશુભાઈ સોલંકીના પત્ની અમિષાબેનનું પિયર જંબુસર હોય ગત. 23 સપ્ટેમ્બર – 2023ના રોજ અમિષાબેનને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ડિલીવરી અર્થે દાખલ કર્યા હતા. હોસ્પિટલના ગાયનેક તબીબ ચાર્મી આહીરે તેઓનુ સીઝેરીયન ઓપરેશન કર્યું હતું.
આ દરમિયાન ડિલિવરીના બીજા દિવસે અમિષાબેનનું પેટ ફુલી જતા શૈલેષ સોલંકીએ ડો.ચાર્મી આહીરને જણાવતા તેમણે યોગ્ય જવાબ આપ્યો નહોતો.
શૈલેષ સોલંકીએ અમિષાબેનને ડિસ્ચાર્જ કરાવી જંબુસર ખાનગી હોસિપટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. ત્યારબાદ સુરત અમરોલી સ્થિત ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરની સૂચના અનુસાર સોનોગ્રાફી કરાવતા અમિષાબેનના પેટમા કોટન જેવું કપડું રહી ગયાનુ જણાતા તેમને વડોદરા અને પછી સુરતની
ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી અમિષાબેનના પેટમા રહી ગયેલ કોટન (કપડું) બહાર કાઢ્યું હતું.
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ગાયનેક તબીબ ચાર્મી આહીરે શૈલેષ સોલંકીના પત્ની અમિષાબેનની ડિલીવરી દરમિયાન કરેલા સીઝેરીયન ઓપરેશનમાં દાખવેલ ગંભીર બેદરકારીના કારણે તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઉ