અમદાવાદઆપણું ગુજરાત

Gujarat: શિયાળામાં ગરમ કપડાને લઈ જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને શું આપ્યો આદેશ?

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સોમવારથી સ્કૂલો પણ ફરીથી ખૂલશે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી શાળાઓને શિયાળામાં ગરમ કપડાને લઈ તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડીને જાણ કરી છે.

આ પણ વાંચો : કચ્છમાં અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય: રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી

પરિપત્રમાં શું છે ઉલ્લેખ

  • વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે.
  • ગણવેશનાં સ્વેટર પણ ચોક્કસ દુકાનથી ખરીદવા શાળાઓ દબાણ નહી કરી શકે. વિદ્યાર્થીઓ ઘરેથી જે ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
  • ગરમ કપડાં અંગે વિદ્યાર્થીઓને હેરાન કરનાર શાળાઓ સામે કડક પગલાં લેવાનો પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઠંડીને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યમાં આગામી સમયમાં લોકોએ સ્વેટર અને ધાબળા તૈયાર રાખવાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે ઉત્તર ભારતમાં હિમવર્ષામાં રાજ્યમાં આ વખતે રેકોર્ડબ્રેક ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ઠંડીનાં ધીમા આગમન સાથે કચ્છમાં તિબેટીયન નિર્વાશ્રીતો દ્વારા ગરમ વસ્ત્રોનાં હાટ શરૂ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.
આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button