Gujrat Monsoon : રાજકોટ અને અમરેલીના ગ્રામ્ય પંથકોમાં મેઘમહેર

રાજકોટ: ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું (Monsoon)સક્રિય થઈ રહ્યું છે. જો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. હાલ રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમરેલી, ભાવનગર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. હાલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીના સાંવર કુંડલા તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. અમરેલીના કુંડલા તાલુકાના બોરાળા, જીરા, જૂના સાવર, ખડકલા, બાબરાના વાંડળિયાં તેમજ લાઠીના હરસૂરપુર સહિતના ગામોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી લાઠીની ગાગડિયો નદીમાં પૂર આવ્યું હતું. આજે બાબરા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગઇકાલે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, અહી 24 કલાકમા ખંભાળીયામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. ગત 24 કલાકમાં 10 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.