આપણું ગુજરાત

ભાગતો ફરતો ગુજસીટોકનો આરોપી જૂનાગઢ પોલીસે અજમેરથી પકડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
જૂનાગઢ પોલીસે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બુટલેગર ધીરેન કારિયાને આખરે ઝડપી લીધો હતો. પોલીસ સાથે સંતાકૂકડી રમતો આ આરોપી રાજસ્થાનના અજમેરથી ઝડપાયો હતો. ખબરીઓ અને ટેકનોલોજીની મદદથી આખરે જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચની ઝપેટમાં આવી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર શહેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કારીયાને પોલીસે ચોકસાઈપૂર્વક ગોઠવેલી જાળમાં ઝડપી લીધો હતો.

ધીરેન કારિયા અને તેના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુના નોંધાયા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં રૂ. 68 લાખનો દારૂ પકડાયો હતો, તેમાં પણ કારિયા સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે ડુપ્લિકેટ પાસપોર્ટસ, મારામારી, એટ્રોસિટીના ગુનામાં પણ કારિયાનું નામ બોલતું હતું. તેને ભાગડું પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેની ટોળકીના નામે લગભગ 60 કરતા વધારે ગુના નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે તેને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button