આપણું ગુજરાત

ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?

અમદાવાદ: હાલ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ દરમિયાન ઉતર અરબ સાગરની બાજુએ વાવાઝોડાના સર્જાવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ ચક્રવાતની અસરો ગુજરાત પર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રમાં ભારે દબાણ સર્જાયું છે અને જે આગામી 30 ઓગષ્ટ સુધીમાં અરબ સાગરમાં જતું રહે તેવી શક્યતાઓ છે.

આજ ગુરુવાર સવાર સુધીના IMD સેટેલાઇટ ડેટા અનુસાર, આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ભુજથી લગભગ 60 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં, નલિયાથી 80 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં અને કરાચી, પાકિસ્તાનથી 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.

હવામાન વિભાગની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું કે “હાલ જે ભારે દબાણ સર્જાયું છે તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, કચ્છ અને સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠા સાથે જોડાયેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચીને 30 ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે”

આ પણ વાંચો: Saurashtra Rain: પરબટાણે જામનગરમાં વરસી તારાજી! જિલ્લામાં સરેરાશ 40 ઇંચ વરસાદ

આ સાથે જ જો તે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે છે તો 1964 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું તે માત્ર બીજું ચક્રવાત હશે. એકવાર આ વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ તેને અસના (Cyclone Asna) નામ આપવામાં આવશે અને આ નામ પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે.

થોડા દિવસ અગાઉ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયું હતું. જે આગળ વધતાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. આ પરિવર્તિત લો પ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચતા ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી હતી. ગુજરાત પહોચતા જ આ સિસ્ટમ વધુ સક્રિય બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ, આ પરિણામે છેલા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. મહત્ત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે કારણ કે, ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર સક્રિય થયું છે.

ગુજરાતમાં શું રહેશે અસર?
જો કે આ વાવાઝોડું સર્જાય છે તો પણ ગુજરાતમાં તેની કોઇ ખાસ અસરો થવાની નથી કારણ કે તેની ગતિ અરબ સાગર તરફની રહેવાની છે. આ વાવાઝોડામાં પરિવર્તિત થશે તો 48 વર્ષનો રેકોર્ડ તૂટશે. જો કે ગુજરાતમાં વરસાદના વેગમાં ઘટાડો થશે પરંતુ ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આગામી 24થી 36 કલાક સુધી રાજ્યના પશ્ચિમ તટના જિલ્લાઓમાં વરસાદ પાડવાની શક્યતાઓ છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો