આપણું ગુજરાતભાવનગર

Bhavnagarમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ મુસાફરો ભરેલી બસ, NDRFએ બચાવ્યા લોકોના જીવ

અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે. આ વરસાદને કારણે ગુરુવારે રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેમાં ભાવનગરના(Bhavnagar) કોળિયાક પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે મુસાફરોથી ભરેલી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં 29 મુસાફરો હતા જેમનો જીવ જોખમમાં હતો. પરંતુ રાહતની વાત એ છે કે સખત મહેનત બાદ NDRFએ બધાને બચાવી લીધા છે.

મુસાફરોથી ભરેલી બસ વહેતા પાણીમાં ફસાઈ

માલેશ્રી નદીનું જળસ્તર વધ્યા બાદ 29 મુસાફરો સાથેની બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મોડી રાત્રે બસ વહેતા પાણીમાં ફસાઈ જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો તમિલનાડુના હતા. આ માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યાં રેસ્ક્યુ ટીમે તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં બેસાડી દીધા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ.

NDRFએ તમામ લોકોને બચાવ્યા

મુસાફરો અને તેમને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ જતાં NDRFએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઓપરેશનમાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો પરંતુ રાહતની વાત એ છે કે NDRFએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. પાણીના પ્રવાહ વચ્ચે લોકોને બચાવવા માટે NDRFએ માનવ સાંકળ બનાવી અને તેના દ્વારા દરેકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના વતની

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવગનરમાં ગઈકાલે અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો. દરમિયાન ગુરુવારની સાંજે તમિલનાડુ રાજ્યથી કોળિયાક દર્શને કરવા જતા સમયે કોળિયાક ગામના બેઠા પૂલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ હતી. આ તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના વતની છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…