Morbi વાંકાનેર હાઇવે રોડ અકસ્માત, ત્રણ લોકોના મોત, ત્રણ ગંભીર

મોરબીઃ ગુજરાતના મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર રવિવારે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાથી તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે વાંકાનેર નજીક મોરબી હાઈવે પર બંધુનગર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ડમ્પર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં તુષાર બાલુભાઈ માલવયા, વરુણભાઈ વાસકલે અને મહેશ સીંગારનું મૃત્યુ નિપજ્યું હતું.
ત્રણ લોકોની હાલત ગંભીર
જ્યારે અકસ્માતમાં ઘાયલ મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.