આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતીઓ મહાકુંભમાં છે સુરક્ષિત, GSRTCના અધિકારી સાથે મુંબઈ સમાચારે કરી વાત

અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ડૂબકી લગાવવા અમદાવાદથી જીએસઆરટીસીની વોલ્વો બસમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે. મહાકુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાની વાત સામે આવી છે. મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ છે,સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેમને કોઈ તકલીફ પડી નથી. 27મી ફેબ્રુઆરીએ નીકળેલી પહેલી બસ સવારે 5 કલાકે પહોંચી ગઈ છે. GSRTC વિભાગ ત્યાંની પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા કરશે,સાથે સાથે વધુ ભીડ હોય તો બસના યાત્રિઓને હોલ્ટ કરાશે તેમજ હાલ ગુજરાતથી જતી GSRTCની બસના રૂટ યથાવત છે.

Also read: પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ

અમદાવાદના ગીતામંદિરના ડેપો મેનેજર બંને વોલ્વો બસ સાથે પ્રયાગમાં હાજર છે. તેમણે તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી. ઉપરાંત ગીતામંદિરથી ઉપડેલી વોલ્વો બસના તમામ મુસાફરો સંગમ ઘાટ પર હોવાની માહિતી આપી હતી. મુંબઈ સમાચારે GSRTCના પરિવહન અધિકારી હિમાંશુ જોશી સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, મુખ્યમંત્રીએ જે બે બસોને લીલી ઝંડી આપીને રવાના કરી હતી તે બંને બસોના પ્રવાસીઓએ સંગમ પર સ્નાન કરી લીધું છે અને સુરક્ષિત છે. ગીતામંદિરથી ત્રીજી બસ જે ઉપડેલી હતી તે પણ પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહી છે અને રસ્તામાં છે. આ ઉપરાંત આજે અન્ય એક બસ પણ ઉપડવાની છે. તમામ મુસાફરો માટે ગુજરાત ટુરીઝમ દ્વારા અને ગુજરાત એસટી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, યાત્રાળુઓ ખૂબ જ સુખ શાંતિથી પ્રવાસ કરી રહ્યા છે.

તંત્રએ શું કહ્યું

સત્તાધીશોના જણાવ્યા મુજબ, મેળા વિસ્તારમાં કેટલીક મહિલાઓના શ્વાસ રૂંધાવાના કારણે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ એક ઉપર એક મહિલાઓ અને પુરુષો પડ્યા. બેરીકેટ તૂટ્યા અને આશરે 25 લોકો ઘાયલ થયા. નાસભાગની સૂચના મળતાં જ 50થી વધારે એમ્બ્યુલેંસ સંગમ તટ પર પહોંચી હતી અને ઘાયલોને અલગ અલગ હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવા પર ધ્યાન ન આપવા જણાવાયું છે. ઘટના બાદ સરકારે ડ્રોન વીડિયો જાહેર કરીને સંગમમાં સ્થિતિ સામાન્ય હોવાનું અને લોકો સ્નાન કરી રહ્યા હોવાનું બતાવ્યું હતું. મેળા વિસ્તારમાં ચારે બાજુ ભીડ જ જોવા મળી રહી છે. પ્રશાસન સતત લોકોને જ્યાં હોય ત્યાં જ થોભી જવા વિનંતી કરી રહ્યું છે. અનેક સાધુ સંતો દ્વારા પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button