Gujarati સંશોધકોનો નવા સંશોધનોમાં દબદબોઃ ચાર વર્ષમાં 952 પેટન્ટ Registered
ગાંધીનગર: ગુજરાતમાં કાર્યરત વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવોન્મેષ સંશોધનોને મળતા પોષક વાતાવરણના પરિણામે છેલ્લા ચાર જ વર્ષમાં ૯૫૨ જેટલી પેટન્ટ ગુજરાતના સંશોધકોને મળી છે. પેટન્ટ મેળવવામાં અમદાવાદ અને તે બાદ વડોદરાના સંશોધકો મોખરે છે.
પેટન્ટ એટલે શું ?
પેટન્ટ એટલે વૈજ્ઞાનિકો, ઇજનેરો કે રચનાત્મક કૌશલ્ય ધરાવતા લોકો જે નવતર સંશોધન કરે તેના ઉપર સરકાર દ્વારા કાયદાથી સંરક્ષિત એકાધિકાર આપવામાં આવે છે. આવી પેટન્ટને તેના સંશોધકની મંજૂરી વિના ઉપયોગ કરી શકાતી નથી અને સંશોધનના અનાધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્યરત થયેલા સ્ટાર્ટઅપ, વિશ્વવિદ્યાલયોમાં સંશોધન પ્રવૃત્તિ માટે વિશેષ અનુદાનો ઉપરાંત પીએમ ફેલોશીપ જેવા સરકાર પ્રેરિત યોજનાઓ અને સંસ્થાકીય મદદને કારણે વિવિધ ક્ષેત્રમાં સંશોધનો કરી તેની પેટન્ટ મેળવવાનું પ્રમાણ પણ વધ્યું છે. કોઇ વિશ્વવિદ્યાલયે કેટલી પેટન્ટ મેળવી ? તેને પણ તે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનો જાગતિક માપદંડ છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ઉપલેટામાં દસ દિવસમાં પાંચ બાળકના મોતઃ કોલેરાની આશંકા
ગુજરાતમાં મળેલ પેટન્ટનો આંક જોવામાં આવે તો વડોદરાના સંશોધકોને વર્ષ 2020 માં 62, 2021માં 44, 2022માં 36, 2023માં 4 પેટન્ટ મળી છે. અમદાવાદમાં વર્ષ 2020માં 122, 202માં 113, 2022માં 117, 2023માં 20 પેટન્ટ સંશોધકોને આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન નોંધાયેલી પેટન્ટની સંખ્યા જોઇએ તો અનુક્રમે ૨૬૬, ૨૩૭, ૨૦૦ અને ૪૯ પેટન્ટ આપવામાં આવી છે. આ ચાર વર્ષમાં ગુજરાતના કુલ ૯૫૨ સંશોધનોને પેટન્ટ મળી છે.
આ પેટન્ટ માત્ર મહાનગરોમાંથી જ નહિ પરંતુ આદિવાસી બાહુલ જિલ્લા પંચમહાલના શહેરા તાલુકાના ભેસલ ગામના સોમાભાઇ ધૂળાભાઇ પરમાર જેના અદના આદમીના નામે પણ પશુ સારવાર માટેની પ્રક્રીયા અંગેની પેટન્ટ નોંધાઇ છે.
ગુજરાતમાં રસાયણ, દવા, મિકેનિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ્સ, કોમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર ટેસ્ટિંગ માટે એઆઇ, , એઆઇ થકી મોટા ડેટાનું વિશ્લેષણ કરી હાર્ટ એટેકની શક્યતા દર્શાવવા માટે પાયથન બેઝ કામ, જેવા ક્ષેત્રોમાં બહુધા સંશોધનો થઇ રહ્યા છે