આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

અમદાવાદઃ જાણીતા ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થયું છે. લગભગ 97 વર્ષીય ઝવેરીલાલ મહેતા વય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે સોમવારે સાંજે અમદાવાદમાં તેમની એક પુત્રીના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ઝવેરીલાલ મહેતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની ઝવેરીલાલ
મહેતા ગુજરાતના અખબાર ઉદ્યોગના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. 1980થી તેઓ ગુજરાતના જાણીતા અખબાર સાથે જોડાયેલા હતા. તેમને અખબારની દુનિયામાં ફોટોગ્રાફીનો 60 વર્ષથી વધુનો અનુભવ હતો. હતું. સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2018માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વરિષ્ઠ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ શ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વડા પ્રધાને ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દીને યાદ કરી હતી અને X પર પોસ્ટ કર્યું હતું કે, “ગુજરાતના પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અખબાર જગતમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના.. ૐ શાંતિ…! “

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત