આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘમહેરથી ડેમ છલાકાયા અને વિક્રમી વીજ ઉત્પાદનની મળી મોટી ભેટ…

ગાંધીનગર: આ ચોમાસાની સિઝનમાં થયેલા મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના પરિણામે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ વીજ ઉત્પાદનમાં થઇ રહ્યું છે. ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી, ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જુલાઇમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ હતું.

ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MU પાર

ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 MU થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.

ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 4600 MU જેટલું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2022-23માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 6170.456 MU રહ્યું હતું, જે વર્ષ 2021-22ના 2629.059 MUની સરખામણીએ 134 ટકા વધુ છે. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 4584.932 MU રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી