આપણું ગુજરાત

કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં ભરૂચના વિદ્યાર્થીનું મોત

ઓટાવા: કેનેડામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. ત ઉપરાંત અન્ય બે વિધાર્થીઓના પણ મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. અન્ય બે લોકોમાં એક પંજાબના વિદ્યાર્થી અને એક અમદાવાદની વિદ્યાર્થિનીનીનો સમાવેશ થાય છે.

ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયાનું મૃત્યુ નીપજ્યું છે. આ માર્ગ અકસ્માતમાં 2 યુવક અને એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બ્રેમ્પ્ટનમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Also read: દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO

ત્રણ વિદ્યાર્થીના મૃત્યુ
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઋષભ કાર ચલાવી રહ્યો હોય ત્યારે સામેથી આવતા ટ્રક સાથે કારની અથડામણ થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઋષભનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં અન્ય એક વિધાર્થીનીનુ મૃત્યુ નીપજ્યું છે, તે અમદાવાદની હોવાની વિગતો મળી રહી છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થી પંજાબનો હોય તેનું પણ મૃત્યુ નીપજ્યું છે.

પરિવારમાં શોકની લાગણી
જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવાર તેમજ આમોદમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારનો રહેવાસી ઋષભ લીમ્બચિયા છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઋષભ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયો હોય અને ત્યાં તેનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યતા સમગ્ર પરિવા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button