World Vulture Day: ગુજરાતમાં સફેદ ગીધની સંખ્યા 458, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ
અમદાવાદઃ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day) તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે વિશ્વ ગીધ દિવસ છે.ત્યારે કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગઈ રહ્યા છે. 1996માં બીએનએચએસની ટીમે કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95 ટકાનો ઘટાડો થયો હોવાનું નોંધાયુ હતું. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પૂરા વિશ્વમાં 95 ટકા કરતા પણ ઓછી થઇ ગઇ છે.
ગુજરાતમાં માત્ર 999 ગીધ બચ્યા
ગુજરાતમાં છેલ્લે કરાયેલી ગીધની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં માત્ર 999 ગીધ જ બચ્યા છે. જેમાં નામશેષ થવાના આરે પહોંચેલા સફેદ પીઠ ગીધ તો માત્ર 458 જ બચ્યાં હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 84 ગીધની સખ્યાં નોંધાઇ હતી. જેથી સફેદપીઠ ગીધનું હબ ઝાલાવાડ પથંક બન્યું હતુ. ઘુડખર અભ્યારણ વિભાગના આરએફઓએ જણાવ્યા મુજબ જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, માલવણ, ચંદ્રાસર, રાજ ચરાડી અને મેથાણમા 50થી વધુ ગીધ અને માળા જોવા મળ્યા છે. હાલમાં વૃક્ષોની અંદર પણ ગીધના માળા જોવા મળ્યા છે. હાલમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી ગીધ જોવા મળે છે.
ગીધની વસતી દિવસેને દિવસે ઘટી રહી છેગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ગંદકી સાફ કરવા માટે જાણીતા ગીધની વસતી આજે દિવસેને દિવસે ઘટી રહી છે. પર્યાવરણ પ્રેમીઓ અને ફોરેસ્ટ વિભાગ ગીધને બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહયા છે. અમુક વિસ્તારોમાંથી ગીધની વસતીનો સંપુર્ણ સફાયો થઇ ગયો છે.