આપણું ગુજરાત

હવે ગુજરાતમાં વીડિયો રેકોર્ડ કર્યા બાદ યુવતીએ કરી આત્મહત્યાઃ પ્રેમીને કહ્યું કે

પાલનપુરઃ થોડા દિવસો પહેલા અતુલ સુભાષ નામના એન્જિનિયરે કરેલી આત્મહત્યા ભારે ચર્ચામાં રહી હતી. અતુલે આ અંતિમ પગલું ભર્યા પહેલા લાંબો વીડિયો રેકોર્ડ કરી શેર કર્યો હતો, જેમાં આત્મહત્યા કરવાનું કારણ પણ જણાવ્યું હતું. આવો જ એક કેસ ગુજરાતના પાલનપુરમાં નોંધાયો છે, જ્યાં એક 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ પગલું ભર્યા પહેલા તેણે એક વીડિયો રેકોર્ડ કરી શેર કર્યો છે.

આ યુવતીની ઓળખ રાધા તરીકે થઈ છે. યુવતી પાલનપુરમાં પોતાની બહેન સાથે રહેતી હતી અને બ્યુટીપાર્લર ચલાવતી હતી. યુવતીએ તેનાં પ્રેમીને સંબોધીને વીડિયો રેકોર્ડ કર્યો છે, જેમાં કહ્યું છે કે મને માફ કરજે હું આ પગલું ભરી રહી છું. તું ખુશ રહેજે અને લગ્ન કરી લેજે. તું ખુશ રહીશ તો જ મારા આત્માને શાંતિ મળશે. નહીં તો મને શાંતિ નહીં મળે. તેણે પોતાના આ કૃત્ય માટે માત્ર એટલું જ કહ્યું છે ક હું ઘર અને રોજના કંકાસથી થાકી ગઈ છું. રાધાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Also read:

વિશેષ નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050 ભારત સરકારનો જીવનસાથી હેલ્પલાઈન નંબર. 18002333330. અહીં તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તેમને માર્ગદર્શન મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button