Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં ‘હૂંફાળો’ રાઉન્ડ! જોકે, નલિયા સૌથી ઠંડુંગાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ઠંડીનો ચમકારો!

અમદાવાદ: ગુજરાતમાં આકરી ઠંડીના રાઉન્ડ બાદ ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ન્યૂનતમ તાપમાન ઘણું નીચું રહેતા ઠંડી અનુભવાઈ રહી છે. આ દરમિયાન નલિયાએ ઠંડા શહેરનો દરજ્જો અકબંધ રાખ્યો છે. સૌથી નીચું તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ કચ્છના નલિયા ખાતે નોંધાયું હતું.

રાજ્યના અન્ય જિલ્લાઓના ન્યૂનતમ તાપમાનની વાત કરવામાં આવે તો અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.5 અને ભુજમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 16.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

તે ઉપરાંત વડોદરામાં 18 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 18 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 18 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21.6 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.1 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ્ તાપમાન નોંધાયું હતું. જો કે આ દરમિયાન રાજ્યમાં મહતમ તાપમાનનો પારો પણ વધ્યો છે. રાજકોટમાં સૌથી વધુ 33.7 ડિગ્રી સેલ્સિયસ, તાપમાન નોંધાયું હતું.

ડીસામાં 32.1 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 31.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 31.0 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 32.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 30.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 32.0 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 31.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button