Gujarat ને મળશે ભારે વરસાદથી રાહત, ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર સ્થિત થયેલું ડીપ ડિપ્રેશન બુધવાર સાંજ સુધી સમાપ્ત થઇ જશે. આ ડિપ્રેશન આવતીકાલે સવારે પાકિસ્તાન તરફ આગળ વધશે. જેના લીધે સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર મંડરાઈ રહેલો ભારે વરસાદનો ખતરો ટળશે.
ગુજરાતમાં ભારે વરસાદથી રાહત મળશે
હવામાન વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી સિસ્ટમ આજે સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સક્રિય હતી. તે ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને કરાચી, પાકિસ્તાનથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં આવેલું છે.
જે સ્થિતિ ગુજરાતના ભૂજના ઉત્તર- ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિલોમીટર પૂર્વ- ઉત્તર પૂર્વ અને પાકિસ્તાનના કરાંચીથી લગભગ 320 કિમી પૂર્વ- દક્ષિણપૂર્વ સ્થિત છે.
હવામાન પરિસ્થિતિઓની અસર સાંજ સુધીમાં ઘટશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે , જેમ જેમ આ સિસ્ટમ આગળ વધે છે તે તેમ તેમ તે ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશને પાર કરે તેવી ધારણા છે. આવતીકાલે એટલે કે 29મી ઓગસ્ટની સવાર સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે. જેના લીધે ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.
રાજકોટમાં આર્મીની ટીમ તૈનાત
જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની સ્થિતિના પગલે આર્મીની ટીમ રાજકોટ પહોંચી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તેથી તંત્ર દ્વારા પૂર અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને રેસ્કયુ કરવા બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે આર્મીની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
Also Read –