આપણું ગુજરાત

Gujarat માં તોલમાપ વિભાગનો સપાટો, 183 હોટલ પર દરોડા પાડી 4.63 લાખ દંડ વસૂલ્યો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે શુક્રવારે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના હાઇવે પર આવેલી હોટલો ખાતે કાયદાનો ભંગ કરતા કુલ 183 જેટલી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂપિયા 4.63 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujaratમાં ઇન્કમ ટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, મીઠાના વેપારીઓ પર દરોડા

ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવાતા હતા

આ દરોડામાં તપાસણી દરમિયાન હોટલોમાં પેકેજ ચીજ વસ્તુ અને ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવા, જથ્થામાં ઓછુ આપવુ, વજનકાંટો ન રાખવો, મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. હાઇવે હોટલો પર બહોળા પ્રમાણમાં પોતાની મુસાફરી દરમિયાન ગ્રાહકો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે.

રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી

ઘણી વખત તેમની પાસેથી વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન/માપમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યની હાઇવે હોટલો પર તંત્રના કાયદાની જોગવાઇઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button